પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

૨૧. કિતાબુલ મુબાહિસાત

૨૨. કિતાબ અલલકાનૂન - પાંચ ભાગમાં

૨૩. મકાલા ફી આલહ રશદીયહ

૨૪. રિસાલા અલ મન્તિક બાશઅર

૨૫. રિસાલા ફી મખારિજલ હુરૂફ

૨૬. મકાલા ફી અજરામ અલ સમાવિયહ

૨૭. મકાલા ફી અકસામ અલ હિકમહ વલ ઉલૂમ

૨૮. રિસાલા તઆલીક મસાઈલ જિનીન ફી તિબ્બ

૨૯. ક્વાનીન વ મુઆલિજાત તિબ્બત

૩૦. રિસાલા ફીલ કવી અલ ઇન્સાનિયહ

ઇબ્ને સીનાની એક વિશિષ્ટતા આ પણ હતી કે તે દર્દીઓનો ઇલાજ માત્ર દવાઓથી નહોતો કરતો પરંતુ માનસિક રીતે પણ કરતો હતો. આ રીતે તેને વિશ્વનો પ્રથમ મનોચિકિત્સક ગણી શકાય.

ઇબ્ને સીનાએ ચામડીના રોગો વિશે પણ ઘણી બધી બાબતો બતાવી. 'ખવાસ અલ અદવીયાહ'માં એણે ઔષધો વિશે સંશોધન કર્યા અને એની ફોર્મ્યુલાઓ રચી. યુરોપમાં આ ગ્રંથ Comon Medicena ના નામે પ્રસિદ્ધ છે. મુદ્રણકળાની શોધના ત્રીસ વર્ષ પછી આનું પ્રકાશન ચાર ભાગમાં રોમમાં ઇ.સ. ૧૪૭૬માં થયું. બીજી આવૃત્તિ ૧૫૯૩માં પ્રસિદ્ધ થઈ. આ ઉપરાંત તહેરાન અને લખનઉમાંથી પણ આની આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ હતી.

ઇબ્ને સીનાના મહાગ્રંથ 'કાનૂન ફી તિબ્બ'નો સૌ પ્રથમ લેટીન અનુવાદ ક્રેમોનોના ગેરાર્ડ કર્યું હતું. પ્રથમ આવૃત્તિ વેનીસમાં ૧૫૪૪માં પ્રસિદ્ધ થઈ હતી. આ ઉપરાંત આ ગ્રંથના બીજી ભાષાઓમાં પણ અનુવાદ થયા હતા. આ ગ્રંથના ભાગો કે વિવચનો ઘણા વિદ્વાનોએ લખ્યા હતા. જેમાં ઇબ્નુલ નફીસ, કુત્બુદ્દીન મહમૂદ, સઅદુલ્લાહ, અલ મોફક અલ સામરી, ઇબ્ને આસિફ, ઇબ્નુલ અરબ મિસરી, રફીઉદ્દીન જબલ, ફખ્રુદ્દીન રાઝી, ઈબ્ને ખતીબ, શરફુદ્દીન અલ રજમી જેવા વિદ્વાનોનો સમાવેશ થાય છે.