પૃષ્ઠ:Muslim Vaignaniko.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
મધ્ય યુગના પ્રસિદ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
 

ર૦ એવા ખગોળશાસ્ત્રીઓમાં ગણાય છે. જેમણે મૌલિક અવલોકનો કર્યા હતા. કેનેડીએ એના ઝિજ (ખગોળીય કોષ્ટકો) ને બહુ ઉચ્ચ આંક્યા છે અને ગ્રહણ તથા દૃશ્યમાનતા સિદ્ધાંત (વિઝીબીલીટી થિયરી)ને મહત્વનાં ગણ્યાં છે.

અલ ખાઝિનીના ગ્રંથો ઇસ્લામી જગતમાં ઉપરાંત યુરોપમાં પણ પ્રસિદ્ધ હતા જેનો ઘણા લોકોએ લાભ ઉઠાવ્યો. જયોર્જ ક્રિસોકોક્સ (૧૩૩૫-૧૩૪૬) નામના ખગોળશાસ્ત્રી અને ભૂગોળવેત્તાએ તારાઓના કોષ્ટક માટે ખાઝિનીના 'સંજરી ઝિજ' નો ઉપયોગ કર્યો હતો. એવી જ રીતે થિયોડોર મેલીટોનીયસ (૧૩૬૦-૧૩૮૮) નામના કોન્સટેન્ટીનોપલના ખગોળશાસ્ત્રીએ પણ ખાઝિનીની કોષ્ટકોનો ઉપયોગ પોતાના કાર્યોમાં કર્યો હતો.

ખગોળીય કોષ્ટકો : આગળ જોયું એમ અલ ખાઝિનીએ 'સંજરી ઝિજ' ખગોળીય કોષ્ટકોની રચના કરી હતી આનું પુરૂનામ 'અલ ઝિજ અલ મુઅતબર અલ સન્જરી અલ સુલતાની' હતું. બીજી રચના 'જામઅ અલ તવારિબ લિલ સન્જરી' સંજરના કાર્યક્રમ વિશે છે.

હમદલ્લા અલ કઝવીનીએ 'નુઝહતુલ કૂલૂબ'માં ભારતીય છાયાયંત્રના કોષ્ટકો આપ્યા છે જે મક્કાની દિશા 'કિબ્લા' જાણવા માટે ઈરાનમાં વપરાતા હતા. એણે દર્શાવ્યું છે કે આ કોષ્ટકો સુલતાન સંજરના કહેવાથી અલખાઝિનીએ તૈયાર કર્યા હતા.

સંગીત વાદ્યો વિશે પ્રબંધ :-

અલ ખાઝિનીએ સંગીત વાઘો વિશે પ્રબંધ ગ્રંથ 'રિસાલા ફીલ આલાત' લખ્યું. સાત ભાગમાં લખાયેલ આ પ્રબંધમાં દરેક વાદ્ય માટે એક ભાગ છે. વાદ્યોનો ઉપયોગ ઉપરાંત તેમના ભૌમિતિક પાયાઓ વિશે પણ આમાં ચર્ચા કરવામાં આવી છે.