પૃષ્ઠ:Nalakhyan - Gu - By Premanand.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તે એળે થાશે નીધન.— પાપી∘
ટળવળી મરશે માહારી નાર, પાપી∘
તે જીવશે કેહને આધાર— પાપી∘
ગ્રહ્યો નારીએ દીઠો નાથ, પાપી∘
ધાયો સહસ્ત્ર સ્ત્રીનો સાથ— પાપી∘.
નાથ ઉપર ભમે સ્ત્રી વૃંદ, પાપી∘
ઘણું કરવા લાગ્યા અક્રંદ— પાપી∘
હંસીએ દીધો શાપ,— પાપી∘
તારી સત્રીએમ કરજો વિલાપ.— પાપી∘
હંસ નારીને કેહે વચંન, હંસી સાંભળો રે;
તમો જાઓ સર્વ ભંવન— આંહાંથી પાછાં વળો રે.
કેમ છૂટીએ કર્મના બંધ, હંસી∘
આપણે એટલો હશે સંબંધ. —આંહાંથી∘
જો અણઘટતું કીધુંઅમે, હંસી∘
મને વારી રાખ્યો નહિ તમે. —આંહાંથી∘
આપણે વસવું વૃક્ષ ને વ્યોમ, હંસી∘
આજ મેં નિદ્રા કીધી ભોમ. —આંહાંથી∘
જે થાય થાનક ભ્રષ્ટ હંસી∘
તે પામે માહારી પેરે કષ્ટ. —આંહાંથી∘
સર્વને દેઉં છૌં શીખામણ, હંસી∘
તમો ધરણિ મા મૂકશો ચર્ણ. —આંહાંથી∘
એમ કહેતો સ્રીને ભરતાર, હંસી∘
દેખી નળે કીધો વિચાર. —આંહાંથી∘
પંખી સર્વ પામ્યા છે રોષ હંસી∘
તે દે છે મુજને દોષ —આંહાંથી∘
તમોહંસા ધરો વિશ્વાસ, હંસી∘