પૃષ્ઠ:Nalakhyan - Gu - By Premanand.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


એવામાં તેની નજર સેનાના પુષ્કળ હંસ પડ્યા તેઓની બહુ શોભાયમાન કાંતિ અને નળને દમયંતી વીસરી. એ કનક પક્ષી માંના એકાદને ઝાલી જોડે લઈ જઈ તેને પાળવાની ઈચ્છા રાજાને થઈ. ઊંચે ઊડતા પક્ષીને પકડવાની યુક્તિ શોધતો હતો એવામાં તે બધાને નાયા જમીન ઉપર ઝાડની છાયામાં એક પગે ઊભો ઊંઘત દીઠ લગીરે ખખડાટ ન થાય એવી રીતે હળવે રહીને બેઠે બેઠે ચા ને પાસે જઇને હંસને પગ ઝાલ્યો.)

(ઉથલો.)

ઝાલ્યો પંખી જાગી ઉઠ્યો, નળને કીધા ચંચના પ્રહાર રે;
પછે પોતાની વાણી એ કરી, કરવા લાગ્યો પોકાર રે.




કડવું ૭ મું.

(રાગ–મારૂ શોકી.)

હંસે માંડ્યો રે વિલાપ, પાપી માણસાં રે;
શું પ્રગટ્યું મારું પાપ.— પાપી માણસાં રે.
ઓ કાળા માથાના ધણી, પાપી∘
જેને નિર્દયતાહોય ઘણી.— પાપી∘
એ તો જીવને મારે તતખેવ, પા∘
હવે હું મુવો અશ્વ મેવ. પા૦.— પા∘
ટુંપી નાંખશે માહારી પંખાય. પા∘
મુંને શેકશે અગ્નિમહાંય.— પા∘
કોણા મૂકાવે કરી પક્ષ. પા∘
માહારે મરવું ને એને ભક્ષ.— પા∘
આ હું સરખું રતન, પા∘