પૃષ્ઠ:Nalakhyan - Gu - By Premanand.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(ઉથલો.)

ઉપમા ન અપાય નળ મેં, એમ બોલ્યા વેણાધારી રે;
નલ કહે નારદ પ્રત્યે, તેહનું રૂપ કહો વિસ્તારી રે.




કડવાં ૪ થી ૬ સૂધી.
(રાગ–આસાવરી.)

નારદનાં વચન સુણી, બોલ્યા નૈષધધણી;
ભીમક તણી કુંવરી છે, કહેવી ફૂટડી રે.

(ઢાળ.)

ફૂટડી કેહેવી દમયંતી, કહો તેહેનું વીખાણ;
નારદ કહે રે ભોળો, વીરસેન સુત સુજાણ.
ગુણ ચાલ ને ચાતુરી, અદ્ભુત સુંદર વેશ;
તેહને હું કેમ વર્ણવું, વર્ણવી ન શકે શેષ.

(નારદે દમયંતીના ગુણ તથા રૂપનું વર્ણન કર્યું, તેપરથી તેની વેરે પરણવાની ઈચ્છા નળને થઈ. તેને માટે માર્ગે મેાકલવાના વિ- ચાર કરતા કરતા રાજા વનમાં મૃયા રમવા ગયેા. એ વેળા તે- ણે લીલાં વસ્ત્ર પહેર્યા હતાં, તથા બીજો મૃગયાનો શણગાર ધર્યો હતા. વનમાં ચારાળી, ચંપા, ચંદન, આંબા, આવળ, અગ થીઆ, ઉંબરા, એખરા, અરીઠી, કાફી, સાગ, સીસમ, ફુલ, સાદડીઆ, સરધુ, સમી, સારડીઆ, નાળિએરી, કાળી, ખ- જૂરી, પીપળા, પીપળી, વડ, ગુલર, પલાશ, વગેરે મેટાં ઝાડ હતાં. શેલડી, કેળ, લીંબુડી, કેવડા, કેતકી, મેાગરા, નારંગી, દાડમડી, આદિક ફૂલકુળનાં વૃક્ષા ખાલી રહ્યાં હતાં, અને તેને ફૂલકુળ આવી રહ્યાં હતાં. લવિંગ તથા દ્રાક્ષાદિકના વેલા તેઓ ઉપર વીંટલાયલા હતા. આ સુંદર વન નળ જોતા હતા