પૃષ્ઠ:Narmad Lekhan.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આકાશવાણી

સુધારા ! સુધારા ! સુધારા !

અરે ઓ સેવકો,

બાવરું બાવરું ઊંચે શું જુઓ છો ? હું નથી દેકહવાની. આ, જે માહારી વાણી થાય છે તે તમારા હિતની છે, તે તેમે કાન માંડીને સાંભળો, અને પછી માહારી આજ્ઞા તરત જ માનવી હોય તો ઊમ્ચે જોજો હું તમને દર્શન અને વરદાન આપીશ, ને ન માનવી હોય તોઇ નીચે જ મ્હોડે વ્હેલા વ્હેલા ઘરમાં ભરાઈ જઈ ચમકીને નાઠા એમ જગતમાં ચરચાઈ મહારા સરાપથી ખૂબ રીબાઈ મરજો.

માહરું નામ સુધારા-દેવી છે એટલે માહારી બ્હેન જે સરસ્વતી તેનું સેવન જે સારી રીતે કરે છે તેહેને હું અમૃત આપું છું.

આ વાણીથી તમને ચેતવાનું કારણ એટલું જ કે તમે મને છેક વગોવી નાખી છે, માહારે વિશે લોકો તરેહ તરેહની કલ્પના કરે છે, અને જે ખરે કલ્પના કરે છે, તે લોકોમાં સાહસ અને ઉછાછલા ગણાય છે, માટે ભરમ દુર કરવાસારુ અને માહારી ખરી ઇચ્છા જણાવવા સારુ આ પ્રસંગે કેટલોએક ટુંકામાં બોધ કરું છું.

જે જે દેશો સુધરેલા કહેવાય છે તેઓની ચડતી થવાનાં કારણોમાં મુખ કારાણ એ છે કે તેમાં આપના જેવા જાતિભેદ નથી. એની એ વાત તમારામાંના ઘણએક જાણો છો જ ને હું આજ તમને ખરેખરે કહું છું કે, જ્યાં સુધી જાતિબંધ કપાયો નથી ત્યાં સિધી દેશની સ્થિતિ સારી થનાર નથી. હવે જ્યારે એમ છે ને તમે સમજો છો ત્યારે આ અવસરે તમે કેમ બહાર પડત નથી? મેં જ સરકારને પ્રેરણા કરીને મહિપતરામને વગર ખરચે વિલાત મોકલાવ્યો ને તે એકલો ગભરાઈ ન જાય માટૅ શેઠિયાઓની તરફથી પણ સારી પેઠે મદદ કરાવી ને પાછો આવ્યો તેની અગાઉ રાવસાહેબનો ખોતાબ ને દોહોઢસોના પગારની ઉંચા દરજ્જાની નોકરી બક્ષીસમાં અપાવી છે. એ મહિપતરામને તમારે સારી મદદ કરવી ઘટે છે. એટલે એમ નહીં કે ઉપર ઉપર થી તેનાં વખાંણ કરવા ને જમવા ખાવાનો વેહેવાર ન રાખવો. હું એમ નથી ઇચ્છતી કે મોટું માન આપવાને ઠાઠમાઠ કરી મંડલીઓ મેળવો, અને ઉપર ઉપરથી જ તમારા પોતાનાં અંદરના સ્વાર્થને સારુ