પૃષ્ઠ:Narmad Lekhan.pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહિઅતરામને માન આપો. લોક સરકારથી આબરુ કમાવવા સારુ સુકો ભભકિ અને ઠગાઈ કરવાં એ મને પસંદ નથી. આ વેળા હું તમને કસવાની આવી છું. માહારી એ જ ઇચ્છા અને આજ્ઞા છે કે, જે જે માહારા ખરા ભક્ત છે તેઓએ મહિપતરામની સાથે અકપંગ્તિએ ભોજન કરી નવીન્યાત ઉભી કરવી. રખે તમે બ્હીતા, રખે ગભરાતા; તમરાથી એમ કહ્યાવનાં તો ચાલવાનું જ અન્થી કે જાતિભેદ કપાયા વગર દેશની ચડતી થનાર નથી. તમે એમ કહેશો કે જાતિભેઅ તો તોડવો જોઈયે, પણ હજી તેમ કરવાનો સમય આવ્યો નથી; તો હું તમને કહું છું કે એ તમારાં લૂલાં બ્હાનાં છે. તમે કહેશો કે ઘરડાં માબાપને તથા સગાંવાહલાંને છોડી જુદા કેમ પડિયે ? ત્યારે શું તમે એમ સમજો છો કે મહિપતરામ માહારી આજ્ઞાથી પોતાના ઘરડા બાપની તથા ન્યાતની અમ્રજી ઉપરાંત થઈ વિલાત જઈ આવ્યો છે. તે શું અપરાધી છે? એમ જો અપરાધી તમને લાગતો હોય તો તમારે એને મદદ કરવાની જરૂર નથી. ધય છે મહિપતરામને કે તેણે પોતાના દેશના હજારો લોકોનાં કલ્યાણાને અર્થે વ્હેમરૂપી દુશ્મનને છુંદી રસ્તો મોકળો કીધો. એ પરાક્રમના બદલામાં જસનો હાર પેહેરાવનારને શું તેણે બ્હિકણ, બાએલા, અને તાલમેલિયા જ મિત્રો મળશે? નહીં નહીં. - આ પ્રસંગે તો ખરેખરા શૂરાઓનું કામ છે. સેવકો, તમે કેહેશો કે થોડાક જણ ન્યાતબહાર પડવાથી માહારો મહિમા નહીં ચાલે. પણ એમ નહીં થાય; તમારી હિંમત જોઈને, તમને સુખી જોઈને, બીજા લોકોને પણ તમારો દાખલો લેવો પડશે. ખરેખરું કહું છું કે કે, તમારી બ્હીક અને ઊંદી ઠગાઇ જોઇને લોકો વધારે સાવધ રહી મને નિંદે છે. ખૂબ સમજજો "કહ્યા કરતા કરી બતાવવું એ પુરુષાતનને સાર્થક છે.

કેટલાએક સ્વારથિઆ મિત્રો, ઉપર ઉપરથી જસ લઈ જવાને એવો ફાકો રાખે છે કે એની ન્યાતનાઓએ જ એની સાથે બેસીને જમવું. આ શું ઠગાઇનું બોલવું નથી? શું માહારો કહ્રો ભક્ત વ્હેમી અને મમતી ન્યાતિલાઓની સોડે બેસવાને લાયક છે? અને તમાં પાછાં ભરાઈ તેણે વ્હેમનો વધારો કરવો લાયક છે? અને કદાપિ પ્રાયશ્ચિત કરી મહિપતરામ ન્યાતમાં આવ્યો તો પછી તેના ઉપર ભરોસો રાખીને તેની ન્યાતના કેટલા જણો ધર્મ સાચવી વિલાત જશે ? મહિપતરામના વિચારના એના મિત્રો જેઓ પણ મહિપતરામની પેઠે ન્યાતના દોરથી અકળાઈ ગયલા છે, તેઓએ, થોડે ઘણે દહાડે પાછાં ન્યાતમાં આવીશું એવી કલ્પનાથી પોતાનાં સગાંઓને છોડી મહિપતરામની સાથે જુદાં રહેવું ઘટે છે ? સગાં વહાલાંને છોડી મહિપતરામની સાથે બે ત્રણ જણાએ રહેવું, રહીને પાછાં ન્યાતમાં આવવાની આશા રાખવી અને પછી કેટલીક દહાડે ન્યાતમાં આવી, લોકોને ઉત્તેજન આપી તેમાંથી કેટલાએકને વિલાત જવાને તૈયાર કરવા એ કેવું અઘટિત ને ન બને તેવું છે તે જુઓ. મહિપતરામની ન્યાતના બે ત્રણ મિત્રે એની સાથે રેહેવું એતો મુનાસિબ નથી. - મુનાસિબ તો એજ છે કે, જેટલા માહારે નામે ઓળખાય છે -