પૃષ્ઠ:Navnit.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંડીવ
 

તેમાં શું થઇ ગયું? સોગઠાં હારે ને સોગઠાં જીતે! થાંભલાના દાણા સારા પડે તેથી તે જીતે ને મારા નબળા પડે તેથી હું હારૂ ! એમાં વળી મારી આબરૂ શી ગઇ ?

પણ માધવભાઇની ખૂબી શી હતી ! જમણો હાથ એણે થાંભલાનો રાખેલેા, ડાબો હાથ પોતાનો ગણેલો. જમણો હાથ ટેવાયેલો, તે તેણે દાણા સારા પડે. ડાબે હાથે કંઇ બરાબર ન પડે,

તે વેળા માધવભાઇ દશ વરસના હતા. એ માધવભાઇ આગળ જતાં બહુ મોટા માણુસ થયા. એમનું આખું નામ માધવ(મહાદેવ)ગોવિંદ રાનાડે.

રાજાજીની છબી !

ઘરડી ડોશી ખેતરમાં કામ કરતી’તી. બીજા ખેતર સૂનાં પડયાં હતાં. ફરતો ફરતો એક જુવાનિયો ત્યાં આવી ચઢયો: કેમ, માજી ! આજે કંઇ એકલાં ? આ બધાં ખેતર તેા ખાલી છે. ને તમેજ કંઇ કામમાં ગૂંથાઈ ગયાં ! એમ કેમ વારૂ ?