પૃષ્ઠ:Navnit.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
 

માજી કહે: બધાં ખેતરવાળાંઓ શહેરમાં ગયા છે, રાજાને જોવા.

તે માજી તમે ન ગયાં?–જુવાનિયે પૂછ્યું. એંહેહેં ! એમાં મારે શું જોવુ'"તું? રાજામાં તે શું જોવાનું બળ્યું છે? આ મૂરખાઓ જેવા ગયા છે તેમનુ એક દિવસનુ કામ રખડશે. મારે કામ રખડાવે કેમ પાલવે ? હું તેા બચરવાળ બાઈ. મારે પાંચ પાંચ જીવને ખવડાવવાનું. તે હું કેમ એમ રખડતી ફરું ?

જુવાનિયો હસ્યો. ગજવામાં હાથ નાંખી એક સેાનાનાણું કાઢ્યું. ડોશીને આપીને કહે: માજી, આ બીજા ખેતરવાળા આવે તેને કહેજો કે રાજો અહીં આવી તમને મળી ગયો; ને સોના પર કૈાતરેલી પેાતાની છબી પણ યાદગીરી તરીકે આપી ગયો. લ્યો, રામ રામ ત્યારે.

જુવાનિયો રસ્તે પડયો,

એ જુવાનિયો તે ઈંગ્લાંડનો રાજા: જયોર્જ ત્રીજો.