પૃષ્ઠ:Navnit.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંડીવ
 


ધરેણાંના શેાખ!

ઇન્દ્રોજી કદમ સતારા જિલ્લાનો સરદાર. જેવુ નામ તેવુંજ કામ. ઇન્દ્રોજીને અભિમાન બહુ. એમજ માને કે જાણે મારા જેવો કોઈ નથી ! તલવાર ચલાવતાં તા મને જ આવડે. મારી આગળ કોના ભાર ?

ઠાઠ પણ એવોજ રાખે. પાતાના ઘોડાને પગે ચાંદીની નાળ જડાવે. લઢાઇના મેદાનમાં કે બીજે ઠેકાણે ઘોડાની નાળ નીકળી યે જાય. પણ તે પાછી લેવાની નહિ. ઇન્દ્રોજીનો હુકમ એવો. લોકો! આ નવાઇની નાળ જુએ ને મારી વાહવાહ ગાય. બસ, એ જ એની ઇચ્છા.

એવામાં શાહુ મહારાજાની તે તરફ પધરામણી થઇ. મહારાજે કદમની વાત સાંભળી. બહુ અભિ- માની છે. ઠાઠમાઠનો શેાખીન છે. એ તે। એમજ સમજે છે કે જાણે મારા જેવો બીજો કોણ ?

મહારાજે કદમને કહાવ્યું: મને મળવા