પૃષ્ઠ:Navnit.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૧૧
 

આપવો જોઇએ. મહારાજને સાદાઇ જ ગમે. મહારાજે તો બરાબર જુક્તિ કીધી. દરબારમાં સૈાને તદ્દન સાદે પોશાકે બોલાવ્યા. પોતે ય સાદાં ધેાળાં કપડાં પહેરીને આવ્યા. પણ પેાતાનુ જરજવાહીર, સેાનારૂપાના દાગીના ને મોતીની માળા, હીરાના હાર, કડાં, તાડા, સૌ પોતાના લંગડા કૂતરાને પહેરાવ્યું. કૂતરાને દરબારમાં એક બાજુએ ઊભો રાખ્યો.

કદમસાહેબ તે ધારતા હતા કે મારા ઠાઠથી આખી સભા અંજાઇ જશે. શાહુ મહારાજ પણ ઝંખવાઇ જશે; હું કોણ ? ઇન્દ્રાજી કદમ !

પણ દરબારમાં જતાંજ ઊંધું દેખાયું. આખા દરબારમાં સૌએ સાદા સફેદ પેાશાક પહેરેલા માત્ર લંગડો કૂતરો ઠાઠમાઠથી ઊભેલો.

કદમસાહેબ તો શરમિંદા થઇ ગયા ને નીચુ ઘાલ્યુ. આખરે શાહુ મહારાજાની માફી માંગી ને ત્યારથી ખોટો ડોળ છેાડી દીધેા. માણસની શેાભા તેના ગુણથી વધે. તેને વળી દાગીનાની જરૂર