પૃષ્ઠ:Navnit.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨
ગાંડીવ
 

શી? એ વાત સરદારસાહેબ એવી સમજયા કે ઠેઠ જીદગી સુધી યાદ રહી.

બીક તે કેવી હોય ?

પાંચ વરસના બટુકજી દાદીમાને ઘેર ગયા’તા. ત્યાં ખાતા’તા, રમતા’તા ને મઝા કરતા’તા.

એક દહાડો બટુકજી ખોવાઇ ગયા. દાદીમાં તો આમ ખોળે ને તેમ ખોળે. શેરીમાં ખોળે ને બજારમાં ખોળે; પણ પ-તો લાગ્યો નહિ.

પછી કોઈ બોલ્યું: જુઓ તો ખરા, ગામ બહાર તો બટુકજી નથી દોડી ગયા ?

દાદીમાં લાકડી ઠોકતાં ઠોકતાં ગામને પાદર નદી તરફ વળ્યાં. નદી આવી, તો ખરેજ પેલા ભાઇસાહેબ જયાં પુષ્કળ જોરથી પાણી વહેતું હતું ને ઊછળતું હતું ત્યાં જ ઊભેલા. મોજથી ઊભેલા. જરા ફિકર નહિ કે જરા બીક નહિ. મનમાં કોણ જાણે શું વિચારતા હશે ?