પૃષ્ઠ:Navnit.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૧૩
 

ડોશીમા તો આ જોઇને છકજ થઇ ગયાં. બાપરે, આ છોકરાને તે કંઇ મનમાં બીક છે ? જરા તણાઇ જવાનો ભય છે ?

ડોશીમાએ પાછળથી જઇને એને ખેંચ્યો ને ગામ તરફ લઇ ચાલ્યાં. રસ્તે કહેઃ તે અલ્યા, તને જરા બીકે નહિ લાગી ?

બીક કેવી હોય જીયા ?-બટુકજી બોલ્યા: મે હજુ જોઈ નથી. મને બતાવશો ?

એ બટુકજીએ પાછળથી આખી દુનિયામાં નામ કાઢ્યું. એનુ નામ હેારેશિયો નેલ્સન. વિલા- યતમાં એના જેવા સેનાપતિ બહુ નથી થયા.

ઠીંગુસ રાજાજી

રાજાજી બહુજ ઠીંગણા હતા. પણ સ્વભાવે મેાછલા. સૌ તેમને ‘ઠીગુસ રાજા’ કહે. દેશમાં એમનુ નામજ ‘ઠીંગુસ રાજા’ પડી ગયું. દરબારીઓ તેા ગુપચુપ એ વાતે મશ્કરી પણ કરતા ને હસતા. રાજાજીને એક દહાડો એ વાતની ખબર પડી ગઇ.