પૃષ્ઠ:Navnit.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૧૫
 

રામાં ઘણી વાર થાય છે.

રાની બળદ ને સિંંહ ચોગાનમાં આવ્યા ને લઢવા લાગ્યા. દરબારીઓ બધા જોતા’તા. રાજાજી પણ બેઠા હતા.

સિહે બળદ પર છલંગ મારી. રાજાજી બોલી ઊઠયા: બોલો, સરદારો, કોણ આ બેને છૂટા પાડ- વાનું બીડું ઝડપે છે ? છૂટા પાડે કે મારી નાંખે. છે કેાઇની હિંમત ?

બધા મૂગા બેસી રહ્યા. રાની બળદ ને સિંહ સાથે બાથ ભીડવી એટલે તેા જીવનું જ જોખમ ને ?

જવાબ તો કોઇનો આવતો નથી. રાજાજીને ચીઢ ચઢી. તલવાર ખેંચીને એ તેા મેદાનમાં કૂદી પડયા. એક ઝાટકા સિંહને માર્યો. વનના રાજ્ય જમીન પર તૂટી પડયો. બીજે ઝાટકે બળ- દનુ માથું ઉડાવી દીધું. પાછા આવીને પેાતાની ખુરશીએ બેઠા.

દરબારીઓને કહે: કેમ, જોયું ? માણસ ઢીંગુ હેાય તો શું ને ઊંચો હેાય તે। શું ? એની બહા-