પૃષ્ઠ:Navnit.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬
ગાંડીવ
 

દુરીનીજ દુનિયામાં કિંમત છે, ધાટ ગમે તે હોય.

બધા શરમાઇ ગયા.

એ રાજાજી ફ્રાન્સમાં થઇ ગયા; તે એમનુ નામ પેપીન. બધા એમને પેપીન ઠીંગુજી કહેતા. પણ આ બન્યા પછી તે બંધ થઇ ગયું.

પંડિતજીની શાંતિ!

એક હતા પંડિતજી. ભારે વિદ્વાન. કંઇ કંઈ વાંચે, વિચારે ને ધણું નવું શેાધી કાઢે.

પંડિતજી પાસે એક કૂતરો હતા. તેનુ નામ હીરો. હીરો બહુ લાડકો હતો. પંડિતજીનો પ્યારો હતો.

પંડિતજી કંઇ લખતા હતા. કાગળિયાંનો ઝુંડો ટેબલ પર પડયો હતેા. પાસે મીણબત્તી બળતી હતી. હીરાભાઈ કૂદતા'તા ને રમતા'તા.

પંડિતજીને કેાઇએ બોલાવ્યા, તે બહાર ગયા. થાડી વારે પાછા આવ્યા. આવીને જુએ છે તો: હાય હાય ! મીણબત્તી ઊંધી વળેલી. કાગળિયાં