પૃષ્ઠ:Navnit.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૧૭
 

સળગી ગયેલાં. ઘણાકની રાખોડી થયેલી. થેાડા હહુ જરા જરા બળતા હતા !

એ કામ કૂતરાભાઇનું હતું. શાયે કારણસર ભાઇએ ટેબલ પર કૂદકો માર્યો. મીણબત્તી ઉથલી પડી ને કાગળિયાં બળી ગયાં. કેટલું બધું નુક સાન ! પંડિતજીની વરસેાની મહેનત ધૂળમાં મળી.

બીજો હોય તેા કૂતરાને ફટકાવી કાઢે, મારીને કાઢી મૂકે. પણ આ પંડિતજી તેવા નહેાતા. તે તો બોલ્યા: હીરા, હીરા ! તેં આ શું કીધું ? મારી કેટલી મહેનત ધૂળ મળી ! પણ તારો શુ વાંક ? તું કંઇ એ સમજે છે ?

નુકસાન તા એટલું બધું હતું કે ન પૂછો વાત. તેાય પંડિતજી ગુસ્સે ન થયા. ગુસ્સા દાખી દીધો, એ પંડિતજીનું નામ સર આઇઝેક ન્યુટન તેમણે ઘણી ઘણી શેાધો કરેલી. એમના જેવા પંડિત બીજા ઓછા જ હશે.