પૃષ્ઠ:Navnit.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮
ગાંડીવ.
 

માજી અને મહારાજા

છુક—છુક—છુક-છુક કરતી આગગાડી ધમધમાટ સ્ટેશનમાં ઢાડી આવીને ઊભી રહી. ગાડીમાં ભીડ ઘણી. સ્ટેશન પર પણ ભારે ભીડ. ગાડીમાંથી ઊતરનારને ઊતરવું મુશ્કેલ ને ચઢનારને ચઢવુ મુશ્કેલ.

તેમાં વળી ઘરડાંનુ તેા પૂછવું જ શું ? એક ડોશીમા જેમ તેમ ઊતર્યાં, તો ખરાં, પણ તેમનુ ભારેખમ પેાટલું કેમે કર્યું" બહાર ન નીકળે. ડેાશી- માએ બહુયે ખેંચાખેંચ કરી; પણ ઘરડા શરીરમાં જોર મળે નહિ ને પોટલું ખસે નહિ.

પણ ઘડિયાળનો કાંટો તો ફરતોજ જતો હતો. ગાડી હવે બે ત્રણ મિનિટમાં ઊપડી જશે, માજીનું પોટલુ નહિ ઊતરે તો ? બિચારાં માજીની શી ફજેતી ! ઘણાંક જતાઆવતા ચઢતાઊતરતા મુસા- ફરને તેમણે હાથેપગે લાગીને કહ્યું કે: મને કોઇ મદદ લાગો, મદદ લાગેા. પણ સૌ પાતપેાતાની