પૃષ્ઠ:Navnit.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૧૯
 

ધમાલમાં. કોણ બીજાનું સાંભળે ? તેમાં વળી ઘરડી ડેાશીની તરફ તેા જુએ પણ કોણ ?

માજીને તેા ચેાધાર આંસુ છૂટયાં: અરેરે, મારૂ પોટલુ રહી જશે તેા હું કરીશ શું ?

પણ દુખિયાંનો બેલી કેાઇ તો થાય જ. એજ ગાડીમાં બેસી એક રાજાજી પરગામ જતા હતા. તેમની માજી પર નજર પડી. તેમણે જોયું: વખત બહુ થોડો છે. ગાડી હમણાં ઊપડી જશે. પોટલું નહિ નીકળે તે માજી બિચારાં હેરાન હેરાન થઇ જશે.

પોતે દોડી ગયા. પોટલું ખેંચીને ધસડી કાઢ્યું, નીચે ઊતાર્યું ને ઝપઝપ દોડીને ત્યાંથી ભાગી છૂટયા....તે ઠેઠ પેાતાના ડબ્બામાં.

ગાડી પણ છુકછુક કરતી ઊપડી ગઇ. માજી બિચારાં જોઇજ રહ્યાં. મદદગારનેા આભાર માન- વાની ય તક તેમને ન મળી !

એ રાજાજી કેાણ હતા તે જાણવુ છે? એ કાસિમ- બજારના મહારાજા મણીન્દ્રચન્દ્ર નન્દી. ગુસ્કળા કરીને બંગાળા રેલ્વે પર સ્ટેશન છે. ત્યાં આ બનેલું.