પૃષ્ઠ:Navnit.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
ગાંડીવ
 

ઠોઠ નિશાળિયો !

બધા એને ઠોઠ નિશાળિયો કહે. આ પેલો ઠોઠ ચાલ્યો ! આ પેલો પથરો ચાલ્યો ! કેમ, ઠોઠ, પાઠ વાંચ્યા છૂ કે ? એમ સૌ મશ્કરી કરે.

બિચારા ઠોઠ નિશાળિયો મનમાં મૂઝાય ને મનમાં ગભરાય ! મને આવડે નહિ તે હું કરૂ' શું ?

પણ ઠોઠ નિશાળિયેા હતો ડાહ્યો. સ્વભાવે રાંક ને સાચાબોલો. તેથી ગુરૂજીને એ વહાલો લાગે. વાંધો એટલેાજ, કે એ બહુ મહેનત કરે પણ એને વ્યાકરણમાં કશી ગમ જ ના પડે! બીજા ગોઠિયાઓ શીખી ગયા પણ એ ઠોઠ રહી ગયો.

એક દહાડો ગુરૂજી પણ ચિઢાયા: અલ્યા, તું જીંદગીભર આવેા ઠોઠજ રહેવાનો ? આવી સહેલી બાબત પણ નહિ શીખવાનો ! અરે રામ, તારી શી વલે થશે ?

ઠોઠ નિશાળિયાને આ વેણુ સોંસરાં લાગ્યાં. ઠોઠ નિશાળિયો તે દિવસથી ભાગીજ ગયો.