પૃષ્ઠ:Navnit.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨ :
ગાંડીવ
 


પેલા ભાઈ તે પછી ભટકયા જ કરે. એક દહાડો ભટકતારખડતા તળાવકાંઠે આવી બેઠા. પનિહારીઓ પાણી ભરતી હતી. બીજી બાઈઓ લૂગડાં ધેાતી હતી. કોઇક વાસણ માંજતી હતી. થોડી વારે ઘણીખરી બાઇઓ ચાલી ગઈ. એટલે ભાઇસાહેબ છેક પાણી પાસે ગયા. જુએ છે તો તળાવની પાળ પર જ્યાં બાઇઓ ઘડા મૂકતી તે પથરો સાવ ધસાઇ ગયેલેા. તેમાં છેક ખાડા પડેલા. આસપાસ બધે બરાબર, પણ ધડા જેટલી જગામાં જ ખાડો ! ઓ બાપરે ! આવા પેાચા ઘડાથી તે પથરો ઘસાઇ જતો હશે ? એક બાઇને એણે પૂછ્યું : અરે, પથરામાં આ ખાડો શાનો ? રોજ અમે ધડા મૂકીએ તેનો ! આ, પત્થર શું, ગમે તેવા ખડક પણ ઘસાઇ જાય ! રોજ રોજ ધસારો લાગે તો !

ઠોઠ નિશાળિયો વિચારમાં પડયો: બધા રોજ અને પથરો પથરો કહે છે. પણ આ પથરો તો આમ