પૃષ્ઠ:Navnit.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૨૩
 

ઘસાઇ જાય છે ! ઘડા જેવી નરમ વસ્તુથી પણ તેને અસર પહોંચે છે, ત્યારે હું જ કેમ છેક ઠોઠ રહું ?

ગુરૂજી પાસે ભાઇ પાછા ગયા. વાત સમજાવી: મારા પથરાપણાને હું ઘસી નાંખુ ત્યારે જ ખરો ! પછી એણે તો રોજ એવી મહેનત કરવા માંડી કે બધા એ ઠોઠ હતો તે પણ ભૂલી ગયા. જે વિષયમાં એ ઠોઠ હતો તે પર જ એણે ચોપડી લખી. એ ઠોઠ નિશાળિયાનું નામ બોપદેવ. એને થઇ ગયાને સેંકડો વરસ થઈ ગયાં. પણ હજુયે એનું સંસ્કૃત વ્યાકરણ વખણાય છે !

ભલેા દીકરો

રાજાજી ઓફીસમાં એકલા બેઠા બેઠા લખતા હતા. નોકરનું કામ પડયું એટલે ઘટડી વગાડી.

એક વાર વગાડી, બે વાર વગાડી, પણ કોઇ. સાંભળેજ નહિ. રાજાજીએ એક નવો જુવાન નોકર રાખેલો. તે બહાર હતો ખરો, પણ પવનની