પૃષ્ઠ:Navnit.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪
ગાંડીવ
 

લહેરમાં ઊંધી ગયેલા. તેને ઘંટડી સભળાય શાની ને તે ઊઠે શાનો ?

રાજાજી ઊઠયા. બારણું ઉઘાડી બહાર જુએ છે તેા હજુરી ઊંધતો હતો. રાજાજી પાસે ગયા, કે લાવ અને જગાડી કામ સાંપુ,

પણ ઊઠાડવા જાય છે ત્યાં કંઇ નવાઇ દેખાઇ. હજુરીના ગજવામાં એક કાગળ હતો; અડધો અંદર ને અડધો બહાર લટકે. રાજાજીને થયું: લાવ, આ કાગળ જોઇએ તેા ખરા. અંદર શું લખ્યું હશે ?

ધીમે રહીને કાગળ કાઢયો. હજુરી નિરાંતે ઘોરતો હતો. તેને કશી ખબર ન પડી.

રાજાજીએ કાગળ વાંચ્યો. હજુરીની માએ લખેલો: દીકરા, તેં તારો પગાર મને મેાકલી આપ્યો તે બહુ સારૂં થયું. મને અહીં મુઝવણ હતી. તબીયત સારી ન મળે. દવાદારૂના પૈસા જોઇએ. તેં દુ:ખ વેઠીને પણ મને મોકલ્યા તો મારૂં નભી ગયું. પ્રભુ તારૂ ભલું કરો.

રાજાજીએ કાગળ વાંચ્યો. ધીરેથી પાછો ગજ-