પૃષ્ઠ:Navnit.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૨૫
 

વામાં સરકાવી દીધેા. હળવે પગલે પેાતાના ઓર- ડામાં પાછા ફર્યા. થોડુ સોનાનાણું લીધું ને બહાર લાવી પેલા કાગળવાળા ગજવામાં હળવેથી ભરી દીધું. પછી પાછા ગયા.

ખૂબ જોરથી ધંટડી વગાડી. હજુરી ઝબકીને જાગ્યો ને દોડતો દાડતો અંદર ગયો.

કેમ અલ્યા, ઊંધી ગયો’તો ? મેં કેટલી બધી વાર ઘંટડી વગાડી !

હજુરી ગભરાyo. જવાબ શું દે ? અચાનક તેનો હાથ ગજવા પર પડયો. સિક્કા ખખડયા. વધારે ગભરાયો. સિક્કા બહાર કાઢતાં એણે તો એકદમ રડી દીધુ: આ સાહેબ રે ! કોઇએ મને મારવા ધાર્યો છે! આ પૈસા મારા નથી. કોઇએ મારા ગજવામાં ભરી દીધા છે ! ઓ-

રાજાજી કહે: ગભરાઇશ માં. એ તા કંઇ કુદ- રતનો ખેલ હશે. કોઇ કોઇ વાર એવું જાદુ થાય છે. જા, એ નાણું તારી માને મેાકલજે; ને લખજે કે રાજાજીએ પ્રણામ કહાવ્યા છે.