પૃષ્ઠ:Navnit.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
ગાંડીવ
 

હજુરીનાં આંસુ ઊડી ગયાં. તેની આંખેા હસી હસી રહી.

એ રાજાજીનુ નામ ફ્રેડરીક, તેઓ જર્મની પર રાજ કરતા. હજુ આખી પ્રજા એને સંભારે છે.

૧૦

ડાહ્યો દીકરો

અમીરને ત્રણ દીકરા. અમીરે મરતાં પહેલાં ત્રણેને પાસે બોલાવ્યા ને કહ્યું: બોલો ભાઈઓ, હું તમને એક સવાલ પૂછુ, તેનો જવાબ દેશો ?

ત્રણે બોલ્યા: પૂછો બાપુજી.

જુઓ ત્યારે. કહેા, ઇશ્વરે તમને માણસને બદલે પંખી બનાવ્યાહોત, તેા કયું પંખી થવાનુ તમને ગમત? પહેલાં તેા, મોટા, તું જવાબ દે.

મોટા છોકરે જવાબ દીધો: બાપુજી, મને તો બાજ થવાનું ગમે. ઊંચે ઊંચે ઉડવાનું, ને વળી શિકાર કરવાનો. પંખીએાનો રાજા જ બાજ કની ?

વારૂ; વચલા, તારો શું વિચાર ?—બાપે પૂછ્યું.

મને તો તીડ બનવાનું ગમે ! એ....ટોળેટોળે