પૃષ્ઠ:Navnit.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૨૭
 

ફરવાનુ. સૈાની સાથે ગમ્મત કરવાની. તીડ થઇએ એટલે એકલાં તે! પડાયજ નહિ !

પછી છેક નાનાને પૂછ્યું. નાનો કહેઃ ખાપુજી, મને તો બતક થવાનું ગમે. લાંબી લાંબી ડોક, ધીરી ધીરી ચાલ. હૈયામાં એક વિચાર આવે તે હેાઠે આવતાં આવતાં કેટલી વાર લાગે ! એટલામાં તો વિચાર કેવો પાકો કરાય! લાંબી ડોકતો બહુ જ સારી.

ઠીક. અમીર જરા વિચારમાં પડયો. પછી કહે: જો રે મોટા, તને શિકાર કરવાનું મન છે. તેથી તને ઉત્તરમાંની જાગીર આપું છું. ત્યાંના લેાકા પાકા ને જબરા છે. એટલે તારો શિકાર- બિકાર ત્યાં નહિ ચાલે.

વચલાને હું મારા દક્ષિણમાંનો વજીફો આપું છું. ત્યાં તકરારી સવાલો બહુ છે, એને સલાહસંપથી રહેવાનુ ગમે છે. એટલે ત્યાંની તકરાર મટી જશે.

ને નાના, તને તે હું કંઈ જ નથી આપતો.