પૃષ્ઠ:Navnit.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
ગાંડીવ
 

તું ડાહ્યો જણાય છે એટલે તારી મેળે તારો રોટલો કમાઇ લેશે. ને આગળ જતાં નામ કાઢશે; માટે જાઓ.

છેવટે બાપે કહ્યું હતું તેમજ થયું. છેક નાના દીકરાએ દેશમાં નામ કાઢ્યું ને વિલાય- તનો મુખ્ય કાજી થયેા. એટલે એનો ઉપરી ફકત એક રાજા જ ! એ શિવાય સૌમાં એ ઉપરી !

૧૧

હીરામોતીની કિંમત

મોટા મોટા રણમાંથી બે મુસાફર જતા હતા. બંને થાકેલા, બંને ભૂખ્યા. ખાવાનું કંઇ મળે નહિ. પીવાનું પાણી યે રણમાં કયાંથી લાવે?

અધુરામાં પૂરૂ બંને ભૂલા પડયા. રસ્તેા જડે નહિ. કઈ બાજી જવું તે સૂઝે નહિ. શું કરવું ? ભૂખ ને તરસ તો કહે કે મારૂ કામ ?

બંને ચાલ્યા જાય છે. એટલામાં દૂરથી એક વહેળા જેવું જણાયું, મનમાં હરખાયા: હાશ, પાણી તેા મળ્યુ.