પૃષ્ઠ:Navnit.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
ગાંડીવ
 

મેાટી કોથળી પર, વહેળાને કાંઠે એ કોથળી પડેલી હતી. બંનેના જીવમાં જીવ આવ્યો: હાશ, આ કાથળી મેાટી દેખાય છે. ભારે પણ છે. એમાં કંઇ ખાવાનું હશે ને પાણી પણ વખતે હોય, ચાલો, સારૂ થયું.

કોથળી લઇને ઉપરથી હાથ લગાડી જોયો તો અંદર કંઇ ગોળ ગેાળ વસ્તુ લાગી: વાહ ભાઈ ! ખજુર કે બોર હશે એમ લાગે છે.

પણ ખોલીને જુએ છે તેા અંદર તેા હીરા, ને મેાતી, નીલમ ને માણેક. ઝળહળ ઝળહળ થાય!

હાય રે! આ મોતીમાણેકની તે શી કિંમત ? તેની કિંમત કોડી જેટલીય નથી ! એટલાં બોર કે જમરૂખ હેાત તો કરોડ રૂપિયા જેટલાં વહાલાં લાગત !

બિચારા મુસાફરો રણમાં ભટકી ભટકીને મરણ પામ્યા !