પૃષ્ઠ:Navnit.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૩૧
 

૧૩

સોનાની ભેટ

રાજાજીએ સિપાઇને કામ સોંપ્યું: તિજોરી- એથી બે મણ સોનુ લાવવાનું છે. એક ખચ્ચ- રને લેતો જજે.

સિપાઇ એક નાનકડું ખચ્ચર લૈ તિજો- રીએ ગયો. ત્યાંથી સોનું લાદી ખચ્ચરને હાંકવા માંડયું. પણ ખચ્ચર અડધુ માંદલુ હતું. તેનાથી બરાબર ઊંચકાય નહિ, અડધે આવ્યું ત્યાં તો સિપાઈને લાગ્યું કે હવે તા ખચ્ચરને દુ:ખ દેવું ઠીક નથી. લાવ, હુંજ ઊંચકી લઉં.

એણે તે બોજો પાતે લીધેા. ખચ્ચરને એમ ને એમ ચાલવા દીધું. પેાતાને થાક લાગવા માંડયેા; પણ મહેલ હવે પાસે આવતો હતો.

રાજા મહેલના ઝરૂખામાંથી જોતા હતા. ખચ્ચર ખાલી ચાલે છે. બોજો સિપાઇએ ઊંચકયો છે. સિપાઈના થાકનો તેા પારજ નથી. જેમતેમ જેમતેમ ચાલે છે. '