પૃષ્ઠ:Navnit.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨
ગાંડીવ
 

સિપાઇ મહેલ પાસે મુશીબતે આવ્યો. હવે ઊંચકાય એમ લાગતું નથી. માથું ભમે છે. શરીર ભાંગી જશે એવું લાગે છે. સિપાઇએ તો બોજો મહેલના આંગણામાં જ નાંખવા માંડયો.

રાજાજી બોલી ઊઠયા: નાંખીશ માં, નાંખીશ માં! જરાક વધારે મહેનત લે. ને લઈ જા તારે ઘેર. જા, એ બધું તારૂં જ છે!

એ રાજાજી તે મહાન અલેક્‌ઝાંડર.

૧૩

અકબંધ થેલી

રૂશિયા માટેા દેશ છે. અનેા ઘણા ભાગ વેરાન જેવો છે. એક વેપારી એવા વેરાન ભાગમાંથી જતેા હતો.

રસ્તે એક ઝુંપડી આવી. ખેડૂતની ઝૂંપડી હતી. વેપારીએ તેને ત્યાં મુકામ કીધો.

બીજે દહાડે સવારે તો વેપારી ચાલી નીકળ્યો. ઘણે દૂર ગયા પછી જુએ છે તો એની સો રૂપિયાની થેલી ગુમ !