પૃષ્ઠ:Navnit.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૩૩
 

પાછો જઈને શું કરે ? રસ્તે પડી હેાય તેાયે કોઇએ લઇ લીધી હોય; ને ચોરાઇ હેાય તો તો પાછી મળે જ કયાંથી ?

બીજી બાજુ ખેડૂતનો દીકરો રસ્તામાં રમતો હતો. બાજુના ખાડામાં એણે થેલી પડેલી જોઇ, જઇને બાપાને વાત કરી. બાપે કહ્યું: જા, એની ઉપર ઘાસની પૂળીઓ ઢાંકી મૂક. જ્યારે માલિક આવશે ત્યારે પાછી લઇ જશે.

ચાર છ મહિને વેપારી એ બાજુથી પાછો જતો હતો. ખેડૂતને ત્યાં મુકામ કર્યો. ખેડૂતે આળખ્યો નહિ.

વાતમાં વાત નીકળતાં વેપારીએ કહ્યું : છ મ- હિના પર મારી થેલી અહીં ખેાવાયલી.

ખેડૂતે કહ્યું: ઓહોહો ! એ થેલી તમારી કે ? મારા દીકરાએ જોઇ’તી. મેં એને ઢાંકી રાખવા કહ્યું હતું. બનતાં સુધી પડી રહી હશે.

બંને ઊઠીને તે બાજુ ગયા. જુએ છે થેલી જેમ ને તેમ અકબંધ પડી હતી. વેપારીના