પૃષ્ઠ:Navnit.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૪
ગાંડીવ
 

આનંદનો પાર ન રહ્યો.

૧૪

એ કેવો માળી

એ બાગનો માળી હતો. બાગમાંની ઝુંપડીમાં એ રહે, એના શેઠને ત્યાં પૈસાની રેલમછેલ.

ચૈતર મહિનો બેઠો હતેા. બાગના આંબામાં કેરીઓ લૂમઝૂમતી હતી. જે જુએ તેના મોંમાં પાણી જ છૂટે. માળીભાઇ બાગમાંથી થાડેાક કચરો સાફ કરતા હતા.

ત્યાં તો શેઠજી આવી લાગ્યા. સાથે બે ચાર ભાઇબંધ પણ ખરા. માળી દોડતો ઝુંપડીએ ગયો. ખાટલેા લાવ્યો. ઢાળીને શેઠને બેસાડયા, ભાઇબંધો પણ બેઠા.

સૌ મળી વાતેા કરે, માળી પાછેા કામે વળગ્યો. એવામાં શેઠે બૂમ પાડી: ઇબ્રાહીમ ! ઇબ્રાહીમ !

માળીનું નામ ઇબ્રાહીમ હતું. ઇબ્રાહીમ દોડતો આવ્યો.

શો હુકમ છે, શેઠ ?