પૃષ્ઠ:Navnit.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નવનીત
૩૫
 

કેરીઓ પાકી ગઇ છે કે ?

જી, થોડા આંબા તૈયાર થઇ ગયા છે.

લાવ ત્યારે. ખાઇએ.

માળીભાઇ ગયા. એક આંબા પરથી દશબાર કેરી પાડી લાવ્યા.

કેરી બધી ખાટી નીકળી.

શેઠ કહે; અલ્યા ઇબ્રાહીમ, આ શું ? આ તેા દાંત ખટાઇ ગયા. આવી કેરી કેમ આણી ? જા, કેાઇ મીટ્ઠો આંબો પાડ ને સરસ કેરી લાવ.

માળી બિચારો વિચારમાં પડી ગયો. તે ન હાલે કે ચાલે. શેઠ કહેઃ કેમ અલ્યા, ઊભેા કેમ ? સારામાં સારા આંબા પરથી કેરી પાડી લાવ.

પણ સાહેબ, કયા આંબાની કેરી લાવુ ?

સારામાં સારા આંબાની.

સાહેબ, તમે કહેા કે ફલાણા આંબાની લાવ. મને શી રીતે ખબર પડે કે કયો આંબો સારો છે?

શેઠ જરા ગુસ્સે થઈ બોલ્યા: તું તે માળી છે કે કોણ છે ? આટલા દિવસથી બાગમાં રહે છે,