પૃષ્ઠ:Navnit.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૬
ગાંડીવ
 

ને કયો આંબો મીટ્ઠો છે તેનું ભાન નથી?

માળી કહે: સાહેબ, હું કયાંથી જાણું? મારૂં કામ તેા ફળઝાડની રખેવાળી કરવાનું. કેરી ખાઇ જોયા શિવાય કયો આંબો ખાટો ને કયો મીઠો તે કેમ જણાય ?

શેઠ અજાયબી પામ્યા: શું બોલે છે ? તે કદી એક પણ ઝાડનું ફળ હજુ ચાખી નથી જોયુ ?

ઇબ્રાહીમ કહે: ના, સાહેબ !

શેઠને નવાઇ તો લાગી. પણ તેના હરખનો ય પાર રહ્યો નહિ. ભાઇબંધને કહે: સેંકડો નોકર આવ્યા ને ગયા. પણ આવેા કેાઇ ન જોયો !

એ માળી તે ઇબ્રાહીમ આદમ. એની પવિત્રતા વડે એ મુસલમાનેામાં સંત ગણાયો. આજે પણ સૌ મુસલમાનો એને યાદ કરે છે ને પૂજ્ય માને છે.

મેળવવું હેાય જો વિત્ત

ખાઓ પ્રેમે ખૂબ નવનીત