પૃષ્ઠ:Navnit.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અજબ સેાગઠાંબાજી

દર એકાદશીએ માધવને ત્યાં જાગરણ થાય. અડોશીપડેાશી ભેગાં મળે ને ભજન કરે. છોક- રાંઓ પણ જાગે ખરાં. તેઓ સેાગઠાં રમે ને મઝા કરે.

મોટી અગીઆરસે એવું થયું કે અડોશી- પડેાશી જાત્રા ગયેલાં. જાગરણ તો ખરૂજ; પણ માધવની સાથે રમનારૂ કોઇ મળે નહિ. નાનાં સરખાં દુર્ગાબહેન નવ વાગતાંનાં પોઢી ગયેલાં. એટલે માધવ કેાની સાથે રમે ?

પણ રાતની ફરાળ થઇ ગઇ ને બા સુદ્ધાં