પૃષ્ઠ:Navnit.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગાંડીવ
 

 


જમી રહી એટલે માધવ બાને કહે: બા, મને સોગઠાંબાજી આપ. મારે રમવું છે.

બા હસીને કહે: ગાંડા રે, તું રમવાનો કોની સાથે ? દુર્ગા તા સૂઇ ગઇ.

માધવ કહે: તું તારે મને આપને. પછી જોજે હું કાની સાથે રમું છું તે.

બાએ તો સાગઠાં આપ્યાં ને પાસાયે આપ્યા. માધવભાઇ તો ઓસરીમાં ગયા. એક થાંભલા પાસે બેસી બાજી પાથરી. એક રમનાર પેાતે ને બીજો રમનાર થાંભલો !

માધવભાઇ તો એક હાથે પાસા નાંખે ને પોતાની સોગઠી ખસેડે. બીજે હાથે પાસા નાંખી દાણા આવે તેમ થાંભલાની સેાગઠી ખસેડે.

એમ બે ત્રણ બાજી રમ્યા. બધીમાં માધવ- ભાઈ હારી ગયા!

માધવનાં દાદીમા જોતાં હતાં. તે બોલ્યાં: હાશ! હાશ! જુઓ રે ભાઇઓ ! એક માણસ કેવું કે લાકડાના થાંભલાથી યે હાર્યું ! એક વાર,