પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
નેતાજીના સાથીદારો
 


હિંદી પ્રજાનો કેસ મજબુતપણે તેમણે જગત સમક્ષ રજૂ કર્યો. હિંદી પ્રજાના થઈ બેઠેલા માલિકોએ, જે પાયમાલી કરી છે તેનો ખ્યાલ અતિ સ્પષ્ટતાથી જગતને તેમણે આપી દીધો. આઝાદ હિંદ સરકારના અખબારોનું સફળતાપૂર્વક સંચાલન કર્યું. એક અંગ્રેજી દૈનિક, ત્રણ દૈનિકો હિંદીમાં પ્રસિદ્ધ થતાં હતાં. શ્રી. આયરની સીધી દેખરેખ હેઠળ એનું સંચાલન થતું હતું. અંગ્રેજી અને હિંદી અખબારોનાં નામ હતાં. ‘આઝાદ હિન્દ’ તામીલ દૈનિકનું નામ હતું ‘સુથાનથરા ઇન્ડીઆ’: મલાયલમ્ ભાષામાં પ્રસિદ્ધ થતાં અખબારનું નામ હતું, ‘સ્વાધીન ભારતમ્’ હતું. ઉપરાંત ‘યંગ ઇન્ડીયા’ નામનું અંગ્રેજી સાપ્તાહિક અને તામીલી અઠવાડિક ‘યુવા ભારતમ્’ પણ તેમની દેખરેખ હેઠળ પ્રસિદ્ધ થતા હતા.

શૅનાન, સીંગાપોરમાંથી રેડિયો પરના વાયુ પ્રવચનોએ હિંદી પ્રજામાં ભારે રસ અને ચેતના પ્રગટાવ્યાં હતાં. ક્યારેક શ્રી. આયરને ટોકિયોના રેડિયોઘર પરથી પણ વાયુ પ્રવચન કરવા જવું પડતું હતું.

રેડિયો ઘર પર, શ્રી. આયરને, બ્રિટિશ પ્રચારનો ખાસ કરીને આઝાદ હિંદ સરકાર, નેતાજી અને આઝાદ હિંદ ફોજ પ્રત્યે બ્રિટિશ હકુમતના રેડિયોઘર પરથી જે આક્ષેપ કરવામાં આવતા તેનો તાત્કાલિક જવાબ આપવાને તૈયાર રહેવું પડતું. આ જવાબ પણ વિગતો સહિતનો એટલો સંપૂર્ણ હતો કે જગત સમક્ષ કેટલીય વાર બ્રિટિશ પ્રચારના જુઠાણા ખુલ્લા પડી જતા હતા.

આપણા દેશના ઇતિહાસમાં, પહેલી સીમલા પિરષદ, યાદગાર રહી જશે. મહાસભાએ ‘ક્વીટ ઈન્ડીયા’ નો નાદ ગાજતો કર્યા પછી દેશમાં જે દમનનીતિ ચાલી એ દમનનીતિને અંતે