પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
નેતાજીના સાથીદારો
 

તોહમતો માથે લઈને ઉભેલા ત્રણ અફસરોમાંના તેઓ એક હતા. વૃદ્ધ પિતા સર અચ્છુરામ તેમનો મુકદમો લડવા ભુલાભાઈને વિનવે છે. ત્યાં પં. જવાહર પડકાર કરે છે. આઝાદ ફોજના એક પણ સૈનિકનો વાળ સરખો પણ વાંકો ન થવો જોઈએ. ખબરદાર ! : મહાસભાની કારોબારી તેમના બચાવવાની વ્યવસ્થા કરે છે. અને લંબાણ સુનાવણી પછી એ ત્રણે નર—સિંહો મૂક્ત થયા છે. દેશભરમાં, એ નર સિંહોનું ભવ્ય સ્વાગત થાય છે.

ત્રીસેક વર્ષના બહાદુર જુવાન સહગલનો જન્મ તા. ૨૫ માર્ચ ૧૯૧૭ ના રોજ પંજાબના હોશીયારપુર નામના એક ગામડામાં થયો હતો. તેમનાં માતાનું નામ શ્રીમતિ રતનદેવીઃ ૧૯૨પ્-૩૦ માં લાહોરમાં રાવિના તટે ભરાયેલી મહાસભાની યાદગાર બેઠકમાં તેમણે હાજરી આપી હતી. મહાસભાએ ત્યારે પૂર્ણ સ્વરાજનો નાદ ગાજતો કર્યો હતો. લાહોરથી પાછા ફર્યાં પછી જલંદરમાં તેમણે મહાસભાની અસહકારની ચળવળમાં સક્રિય ભાગ લેવા માંડ્યો. તેમના પિતાએ પણ અસહકારની લતમાં ૧૯૨૦-૨૧ માં સક્રિય ભાગ લીધો હતો. તેના પિતા લાલા અચ્છુરામ લાહોર હાઈકોર્ટના જજ હોઇને, વધુ અભ્યાસ માટે લાહોરમાં આવ્યા. ત્યાં પ્રેમકુમાર સંહગલ આર્યસમાજના સંપર્કમાં આવ્યા.

બ્રિટીશ સામ્રાજ્ય પ્રત્યેની વફાદારી લાલા અચ્છુરામની જેમ તેમના પુત્રમાં પણ ભરી હતી. એના બુંદમાં એ વફાદારી હતી અને પંજાબનું લડાયક ખમીર તેના દિમાકમાં ભરેલું હોઇને તે શિક્ષણ પૂરું થતાં જ પિતા પુત્રને પોતાના વકીલાતના ધધામાં ખેંચવા માંગતા હતા, પણ તેમને લશ્કરમાં જ જોડાવું હતું અને કુટુંબના વિરોધ છતાં લશ્કરી તાલીમ માટે તેઓ દહેરાદુનની પ્રીન્સ ઓફ વેલ્સ રૉયલ ઈડિન્યન મિલિટરી કોલેજમાં જોડાયા. ૧૯૩૯માં