પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નેતાજીના સાથીદારો
 


મોહનસિંહે સતત પરિશ્રમ પછી આઝાદ હિંદ ફોજની રચના કરી; આઝાદ હિંદ ફોજ હિંદી સ્વાતંત્ર્ય સંઘની દોરવણી હેઠળ ઊભી થઈ હતી. હિંદી સ્વાતંત્ર્ય સંઘના પ્રમુખ હતા, સ્વ. રાસબિહારી ઘોષ. પૂર્વ એશિયામાં એની સખ્યાબંધ શાખાઓ સ્થપાઈ હતી. પૂર્વ એશિયાના હિંદીઓને એ સંઘના નેતૃત્વ હેઠળ સંગઠ્ઠીત કરવામાં આવ્યા હતા.

પરન્તુ કર્નલ મોહનસિંહને જાપાનની શુભ નિષ્ઠા વિશે શંકા પેદા થઈ. તેણે સ્પષ્ટ રીતે કહી દીધું કે ‘આઝાદ હિંદ ફોજના સૈનિકો જાપાની સેનાપતિના નેતૃત્વ હેઠળ હિંદના મારચે લડવાને કદિ પણ જશે નહિ. જાપાનની વિરષ્ઠ સરકારે એ સ્પષ્ટતા કરવી જોઇએ કે, હિંદ્યમાં તેમને કોઈ ભૌગોલિક હકુમત સ્થાપવાની ઈચ્છા નથી. પણ જાપાનની દાનત સાફ ન હતી. જે સ્પષ્ટતા કર્નલ મોહનસિંહને જોઈતી હતી, એ સ્પષ્ટતા કરવામાં જાપાન વિલંબ કરતું હતું. આથી અકળાઈ ઉઠેલા કર્નલ મોહનસિંહે આઝાદ હિંદ ફોજને વિખેરી નાંખવાનો નિશ્ચય કર્યો. સ્વ. રાસબિહારી ઘોષને એની જાણ કરી ત્યારે, ઉતાવળા નહિ થવા, સ્વ. રાસબિહારી ઘોષે કર્નલ મોહનસિંહને ઉપરના શબ્દો કહ્યા હતા.

સ્વ. રાસબિહારી ઘોષ, વર્ષોથી જાપાનમાં વસવાટ કરતા હતા. જાપાનને તેઓ હદપાર થયેલા હિંદી, પોતાનું કાયમી સ્થાન બનાવી ચૂક્યા હતા. જાપાનીઓ તેમનું સન્માન કરતા હતા અને જાપાનના વરિષ્ઠ સત્તાવાળાઓમાં તેઓ વિશ્વાસ રાખતા હતા. તેમની ઉમેદ હતી કે જે સ્પષ્ટતા કર્નલ મોહનસિંહ માગે છે તે સ્પષ્ટતા તેઓ, મેળવી શકશે. પણ તેમનો વિશ્વાસ ખોટો ઠર્યો. જાપાને બેવડી રમત આદરી. એક બાજુ વિલંબની નીતિ અખત્યાર કરી અને બીજી બાજુ આઝાદ હિંદ ફોજના બે સૈનિકોને રાત્રે જ, તાલીમ છાવણીમાંથી બળાત્કારે ઉઠાવી જવામાં આવ્યા અને તેમને જાસૂસ તરીકે હિંદ ધકેલી દેવામાં આવ્યા. હિંદમાં આ સૈનિકો મૃત્યુને ભેટ્યા. કર્નલ મોહનસિંહનો રોષ ઉગ્ન બન્યો અને માઝાદ હિદ ફાજનું વિસર્જન કર્યું.