લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
નેતાજીના સાથીદારો
 


આવ્યા અને દિલ્હીના લાલ કિલ્લામાં જ્યારે તેમને લાવવામાં આવ્યા, ત્યારે તો આઝાદ ફોજના ત્રણ અફસરો સામેનો મુકદ્દમો ચાલી રહ્યો હતો, એ મુકદ્દમો તેઓ રસપૂર્વક નિહાળી રહ્યા હતા. તેમની સામેના મુકદ્દમાની ભૂમિકા તૈયાર થઈ રહી હતી, પણ એ ભૂમિકાનું સર્જન કરવામાં શાહી સત્તાવાળાઓને નિષ્ફળતા સાંપડી, કર્નલ ભોંસલે સામે એવો કોઈ આરોપ ન હતો, કે જેને માટે તેમની સામે કામ ચલાવી શકાય, જે આરોપ હતો તે માત્ર સમ્રાટ સામે યુદ્ધ જગાવવાનો હતો, પણ એ આરોપ તો, આઝાદ ફોજના ત્રણ અફસરો સામેના પહેલા મુકદ્દમાઓમાં જ ઊડી ગયો, એટલે એ આરોપસર તેમની સામે કામ ચલાવી શકાય તેમ નથી, એ જ્યારે સત્તાવાળાઓએ જોયું, ત્યારે જ કર્નલ ભોંસલેને જેલમુક્ત કરવાનો નિર્ણય થયો અને તેમને આખરે, છોડી મૂકવામાં આવ્યા, આજે તેઓ સ્વતંત્ર વ્યક્તિ તરીકે છે.

આમ છતાં, જેમ કારાવાસમાંથી મુક્ત થતાં જ, કર્નલ શાહનવાઝ અને તેમના સાથીદારો, આઝાદ હિંદ ફોજના સૈનિકોના પ્રશ્ન અંગે જે પરિશ્રમ ઉઠાવી રહ્યા છે, તેવી રીતે કર્નલ ભોંસલે આજે જાહેરમાં જણાતા નથી. કદાચ એમને જે લશ્કરી તાલીમ મળી છે અને જે ઉચ્ચ કક્ષાનું લશ્કરી જીવન તેમણે વ્યતિત કર્યું છે, તેને પરિણામે તેમને રાજકીય જીવનમાં રસ ન પણ હોય ! આમ છતાં તેઓ આઝાદ ફોજમાંના પોતાના સાથીઓ વિશે સતત ચિંતાતુર રહ્યા કરે છે. જે સાથીઓએ રણભૂમિમાં પોતાના પ્રાણ દીધા છે, જે સાથી અપંગ બની ગયા છે, તેમના કુટુંબને સહાયતા પહોંચાડવાનો પ્રશ્ન તેમની ચિંતાનો વિષય બની રહ્યો છે.

કર્નલ ભોંસલેને બાળવયમાં જ તેમના કાકાએ તેમના પિતા પાસેથી દત્તક લીધેલા જો કે આજે તો તેમના પિતા કે તેમને દત્તક લેનાર