લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રી. જગન્નાથરાવ ભોંસલે
૧૫૩
 


તેમના કાકા એમાંથી કોઈ મોજૂદ નથી. ૮૫ વર્ષનાં તેમનાં માતા ગંગાબાઈ પાછલી જિંદગી ઈશ્વર સ્તવનમાં પૂરી કરી રહ્યાં છે. તેમને ત્રણ ભાઈઓ છે. સૌથી મોટા બંધુ અમૃતરાવ તીરોડામાં પોતાના વતનમાં રહીને કુટુંબની સંભાળ રાખી રહ્યા છે. બીજા ભાઈ લક્ષ્મણરાવ, સાવંતવાડીના મહારાજાના એ. ડી. સી.નો હોદ્દો સંભાળી રહ્યા છે. જ્યારે સૌથી નાના પ્રતાપરાવ, પુનામાં પોતાનો ધંધો સંભાળી રહ્યા છે. બીજા સંબધીઓ પણ ગ્વાલીઅર રાજ્યમાં ઉચ્ચ હોદ્દાઓ સંભાળી રહ્યા છે.

તેમનાં પત્નીનું નામ ચંદ્રિકાબાઈ; કોલ્હાપુર રાજ્યના પેટા વિભાગ શીરોલ પેઠના જાગીરદાર શ્રી. અન્નાસાહેબનાં એ પુત્રી, અત્યારે તો અન્નારાવ વડોદરા નરેશની સેવામાં છે. લગ્નજીવનને પરિણામે ભોંસલેને ત્રણ પુત્રીઓ છે. લીલા, ઉષા અને રત્નપ્રભા.

કર્નલ ભોંસલેનુ જીવન સાહસોથી ભરપૂર છે. તેઓ જુદી જુદી ભાષાઓ પર પણ પ્રભુત્વ ધરાવે છે. ટેનિસ અને ફૂટબોલની રમતો એની પ્રિય રમતો છે. જોકે ક્રિકેટની રમતમાં પણ એમને સારો રસ છે.

પરદેશનો પ્રવાસ ખેડ્યા છતાં વ્યસનો તેમને સ્પર્શી શક્યાં નથી, એ જાણીને ઘણાને આશ્ચર્ય થશે. તેમને બીડી જેવી સામાન્ય અને સર્વમાન્ય ચીજનું પણ વ્યસન નથી. સાવ સાદા અને નિરભિમાની માનવી તરીકે કર્નલ ભોંસલે પોતાના સાથીદારોમાં ખૂબ જાણીતા છે. તેમની શારીરિક સંપત્તિ પણ સરસ છે.

સશક્ત દેહના જગન્નાથરાવને જ્યારે મદ્રાસમાં આવેલા કેનાનોરેના લશ્કરી કેમ્પમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારે એક વખત તેઓ સાગરકાંઠે ઘૂમતા હતા, ઘૂમતાં ઘૂમતાં બે બ્રિટિશ