લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
નેતાજીના સાથીદારો
 


સભા થઈ નથી, ક્યારેય આટલી જંગી મેદની જમા મળી નથી. જાણે ઇતિહાસ નવો પલ્ટો લઈ રહ્યો છે.

નેતાજીનાં ભાષણોથી એ મૂંઝાયેલી પ્રજાને નવો જ માર્ગ મળ્યો હતો. નેતાજીની તેજસ્વી વાણીએ, સૂતેલાં માનવીઓ ચેતનવંતા બનીને ઊભાં થયાં હતાં.એ માનવીઓની આંખોમાં નવા તેજના ચમકારા થતા હતા : એમના નિર્જીવ હાડમાં નવો પ્રાણ પૂરાતો હતો. જાણે મરોડ ખાઈને, વિરાટ જાગતો હતો :

આવી વિરાટ સભાઓ તો હવે સામાન્ય બની ગઈ હતી. નેતાજીની સભાઓમાં દૂર દૂરથી, માઈલોના માઈલોથી લોકો પગપાળા આવતાં; નેતાજીની વાણી ઝીલવાને ગ્રીષ્મનો તાપ અને વર્ષાનાં તોફાનોની એમને પરવા ન હતી. આ સભાઓમાં માત્ર હિંદીઓ જ નહિ પણ પૂર્વ એશિયામાં વસતી બધી કોમોના લોકો તેનો ઉલટથી ભાગ લેતા હતા.

રંગુનનાં વિશાળ સભાસ્થાનો પણ નેતાજીની સભાઓ માટે નાનાં પડતાં હતાં.

ત્રિરંગી ઝંડો, આકાશ સાથે વાતો કરવાને મથતો હતો. પવનની લહેરીઓ ઝંડાને પપોતાની સાથે ખેંચી જવાને મથતી હતી.

એવી એક વિરાટ સભા સમક્ષ નેતાજી સુભાષ બોઝ ઉપરના શબ્દો ઉચ્ચારી રહ્યા છે. આખી સભા મંત્રમુગ્ધ બનીને નેતાજીની વાણી ઝીલી રહી છે.

‘મોરચા પર જઈને જુવાન જ્યારે પોતાના લોહી વહાવી રહ્યા છે. ભૂખ, તરસ, તાપ અને વર્ષાની વચ્ચે જેઓ દુશ્મનની ગોળીઓ છાતી ઉપર મર્દાનગીથી ઝીલી રહ્યા છે એવા જુવાનોને માટે જરૂરી સહાય પહોંચાડવાના કામમાં તમે સાથ આપવાની ના કેમ