પાડી શકો? એ જુવાનોને અનાજ જોઈએ, એ જુવાનાને તબીબી સારવાર માટે દવા જોઈએ. એ બહાદુર જુવાનોના હાથમાં શસ્ત્રો જોઈએ અને એ બધા માટે આઝાદ હિંદ સરકાર તમારી પાસે નાણાં માગે છે. આઝાદ હિંદ સરકાર કાયદાના બળે ફરજિયાત તમારી પાસેથી નાણાં લઈ શકે છે પણ બીજી સરકારોની માફક આઝાદ હિંદ સરકાર ધાકધમકી કે સત્તાના બળે તમારી પર હુકુમત ચલાવતી નથી. આઝાદ હિંદ સરકારે, હિંદી પ્રજાની અનુમતિ વિના હિંદી પ્રજાના સહકાર વિના, જંગમાં ઝૂકાવ્યુ નથી. આઝાદ હિંદ સરકાર સારી રીતે જાણે છે કે પૂર્વ એશિયામાં વસતા ત્રીસલાખ જેટલા હિંદીઓ પોતાના દેશની આઝાદી માટે અધિરા થયા છે. પોતાના દેશમાં ઊઠેલા ‘અંગ્રેજો ચાલ્યા જાવ’ના
અવાજને કામયાબ બનાવવા માટે પોતાનાં ખૂન આપવાને
તૈયાર થયા છે. સર્વસ્વનું બલિદાન આપવાનો હિંદી પ્રજાએ
નિશ્ચય કર્યો છે. હું તમને એની યાદ આપવા માગું છું, કે
આપણે તો ફકીર બનવાનો નિશ્ચય કર્યો છે. એટલે જેની પાસે દોલત હોય તેમણે તમામ દોલત આઝાદ હિંદ સરકારને હવાલે કરી દેવી જોઈએ. આઝાદ હિંદ સરકારનો જ તમારી દોલત પર સંપૂર્ણ અધિકાર છે.’
નેતાજીની તેજીલી વાણીનો પ્રવાહ, સાગરનાં ઉછળતાં મોજાંની માફક ચાલી રહ્યો હતો.
ત્યાં અવાજ આવ્યો. ‘નેતાજી; મારા ૫૦ હજાર’.
‘૫૦ હજાર?’ નેતાજીએ પ્રશ્ન કર્યો એ પ્રશ્નમાં ભારોભાર વ્યંગ હતો. તેમણે પૂછ્યું, 'કોણ બોલે છે. એ ૫૦ હજાર?’ અને તરત જ તેમણે કહ્યું, ‘મને ૫૦ હજારના આંકડો નથી જોઈતો, મને એવા હિંદીઓ જોઈએ છે જે અહીં આવીને એમ કહી દે કે ‘મારી તમામ મિલ્કત, મારી પાઈએ પાઈ હું