લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બેટાઈ દંપતિ
૧૬૭
 


[૨]

વા શૂરા અને ત્યાગી પુરુષના જીવનમાંથી શૂરવીરતા અને ત્યાગ ભાવના ઝીલીને પતિને સાથ દેનારી પત્નિ મળે, એ માત્ર એક અકસ્માત જ હોઈ શકે.

શ્રી. હીરાલક્ષ્મી બેટાઇ વીર પુરુષની વીરપત્ની તરીકે નામના મેળવી ચૂક્યાં છે. નેતાજી અને આઝાદ હિંદ ફોજની કાર્યવહીમાં જેમ શ્રી. હેમરાજ બેટાઈ ઓતપ્રોત થયા હતા, તેમ શ્રીમતિ હીરાલક્ષ્મી પણ એ પ્રવૃત્તિમાં ઓતપ્રોત થઈ ગયાં હતા. નેતાજીએ જ્યારે સ્પષ્ટતા કરી કે હું સ્ત્રીઓને પણ યોગ્ય કામ આપવાનો છું, ત્યારે શ્રી. હીરાલક્ષ્મી જેવી કેટલીય બહેનોને આનંદ થયો હતો. પતિ સાથે વ્યાપાર ધંધા અર્થે પરદેશામાં વસવાટ કરતી ગુજરાતણોને માટે પરદેશમાં કોઈ વ્યવસાય હોતો નથી. તેઓને સ્વતંત્ર જીવનની હવા પણ મળતી નથી, અથવા તો તેમની નૈસિર્ગક શક્તિઓનો વિકાસ થાય એવી કોઈ તક મળતી નથી. જ્યાં પુરુષવર્ગ જ અસંગઠ્ઠિત, અવ્યવસ્થિત હોય અને જ્યાં વ્યાપાર સિવાય જીવનનાં બીજાં પાસાંઓને જોવાની કોઈને ખેવના જ ન હોય, ત્યાં સ્ત્રીઓનું તો પૂછવું જ શું ?