લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સિપેસાલારનાં ફરમાનો
૧૭૫
 

આક્રમણકારી દળોને છિન્ન ભિન્ન કરવાની આપણી તાકાત વિષે વધુ શ્રદ્ધા જન્મી છે.

આપણી તૈયારી સંપૂર્ણ થશે કે તરત જ આપણે આપણા દુશ્મન સામે જંગી આક્રમણ શરૂ કરીશું. ઉચ્ચ લડાયક શક્તિ, હિંમત અને આપણા અફસરો અને સૈનિકોના ફરજ પ્રત્યેના અડગ ખ્યાલોથી વિજય આપણો જ છે.

આપણી આઝાદીની લડતમાં જેઓએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યાં છે, તેઓને અમારાં હૈયાં વન્દે છે, પણ તેઓ આપણને, આ જંગમાં પ્રેરણા આપી રહ્યા છે. જય હિંદ.

બર્મા
૧૪ ઓગસ્ટ ૧૯૪૪
(સહી) સુભાષચંદ્ર બોઝ
સુપ્રિમ કમાન્ડર
આઝાદ હિંદ ફોજ
 





સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે.

તમામ અફસરો અને સૈનિકો જોગ,
આઝાદ હિંદ સૈન્ય,

બિરાદરો,

તમે સૌ જાણો છો કે ગયા વર્ષે રણમેદાન પર આઝાદ હિંદ ફોજના સૈનિકોએ ભવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. આ સૈનિકોએ પોતાના સ્વદેશપ્રેમ, વીરતા અને આત્મબલિદાનથી દુશ્મનો પર વિજય મેળવ્યો હતો. પણ થોડાક અફસરો અને સૈનિકોની દગાખોરી અને કાયરતાને પરિણામે તે નાકામયાબ નિવડ્યો.

આપણે આશા રાખીએ કે નવા વર્ષથી તમામ પ્રકારની કાયરતા અને દગાખોરીનો અંત આવી જશે. અને આ વર્ષનું