લખાણ પર જાઓ

પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
નેતાજીના સાથીદારો
 

આાઝાદ હિંદ ફોજનું આક્રમણ વીરત્વના અને આત્મબલિદાનના ભવ્ય ઇતિહાસનું સર્જન કરશે. પણ એમ થઈ શક્યું નથી- તાજેતરમાં જ વડા મથકનાં પાંચ ઓફિસરોની બેઈમાની અને બેવફાઇએ આપણી આંખો ખોલી દીધી છે કે—આપણી હરોળમાં બધા જ શુભ હેતુઓ ધરાવતા નથી, એટલે હજી પણ આપણે આ જાતની બેવફાઈ અને કાયરતાનો નાશ કરવાની જરૂર છે. જો આપણે એક વખત આ જાતની બેવફાઇ અને કાયરતાનો અંત લાવી શકીએ તો, આવા શરમજનક અને આત્મઘાતક પગલાં, ઇશ્વરની કૃપાથી આપણે માટે, માર્ગદર્શક થઈ પડશે, ઇશ્વરના આશીર્વાદ સમજીશું. આથી મેં આપણી ફોજોની સફાઈ માટે કડકમાં કડક પગલાં લેવાનો નિશ્ચય કર્યો છે. અને વિશ્વાસ છે કે મારા આ નિશ્ચયમાં મને તમારો સંપૂર્ણ અને અડગ ટેકો મળી રહેશે.

બેવફાઇ અને કાયરતાનો સંપૂર્ણપણે નાશ કરવા માટે. નીચેનાં પગલાં ભરવાની જરૂર પડે છે.

(૧) આઝાદ હિંદ ફોજના તમામ સભ્યો, અફસરો, એન. સી. એ. અથવા સિપાહી, ફોજના કોઇ પણ સભ્યને પછી તે ગમે તે હોદ્દો ધરાવતો હોય તો પણ કાયરતા ભરી બેવફાઈ માટે, પકડી શકશે અને જો કોઈ બેવફાઇ કરતો જણાય તો તેને ગોળીથી ઠાર પણ કરી શકશે.

(ર) આઝાદ હિંદ ફોજના તમામ સભ્યોને, હજી પણ તક આપવા માગું છું કે, જેઓ પોતાની ફરજ વફાદારીપૂર્વક અદા કરવાને, તૈયારી ન હોય, અથવા તો ભવિષ્યમાં હિંમતપૂર્વક મર્દાનગીથી યુદ્ધમાં લડના તૈયાર ન હોય, તેઓ આઝાદ હિંદ ફોજમાંથી છુટા થઇ શકે છે. આ તક, આ હુકમની પ્રસિદ્ધિ પછી એક અઠવાડિયા સુધી રહેશે.