(૩) જેઓ સ્વેચ્છાપૂર્વક ફોજમાં રહેવાને તૈયાર ન હોય
તેમને ફોજમાંથી ચાલ્યા જવાની તક આપવા છતાં પણ હું
આઝાદ હિંદ ફોજનું કામ તો ચાલુ રાખવા જ માગું છું એટલે
જેઓ આઝાદ ફોજને બેવફા નિવડશે તેઓ-જેમના પ્રત્યે શક
હોય તેમને,–અથવા તો કટોકટીની પળે જ બેવફા નિવડે તેને
દૂર કરવામાં આવશે. આઝાદ હિંદ ફોજનું ધ્યેય સફળતાથી
પાર પાડવા માટે હું તમારા સંપૂર્ણ સહકારની માંગણી કરૂં છું.
એટલે હું ઇચ્છું છું કે તમે, મને અને મારા વિશ્વાસુ સાથીદારોને,
આપણા સૈન્યમાં હજી પણ જે કાયરતા અને બેવફાઇ ભર્યાં તત્ત્વો
હોય તે વિષે માહિતીએ. પૂરી પાડે.
(૪) અત્યારે જ આ દૂષણ દૂર કરવું એ પૂરતું નથી, પણ ભવિષ્યમાંય દૂષણ દૂર કરવાનું તો ચાલુ રહેશે, એથી આઝાદ હિંદ ફોજના પ્રત્યેક સભ્યની ફરજ છે કે ભવિષ્યમાં પણ આવી જાતની બેવફાઈ અને કાયરતાના બનાવો વિષે ધ્યાન રાખે. પોતાની આંખ ખૂલી રાખે, કાત સતેજ રાખે, ભવિષ્યમાં કોઇ પણ સભ્યને કાયરતા અને બેવફાઇના બનાવ અંગે કંઇ પણ માહિતી મળે કે તરત જ તેણે, લેખીત અગર તો મૌખીક રીતે મને અથવા તો જે કોઈ ઓફીસરને તે મળી શકે તેમ હોય તેવા ઓફીસરને પહેાંચતી કરે. બીજા શબ્દોમાં કહીએ તો, હવેથી સદાને માટે આઝાદ હિંદ ફોજનો પ્રત્યેક સભ્ય આઝાદ હિંદ ફોજ અને હિંદુ રાષ્ટ્રની પ્રતિષ્ઠા અને તેના ગૌરવના રખેવાળ બને છે.
(૫) દુષણો દુર કર્યાં પછી, સ્વેચ્છાએ જેમને ખસી જવું હોય તેમને ખસી જવાની તક આપ્યા પછી, પશુ જો બેવફાઇ અને કાયરતાના બનાવો બનતાં જણાશે તો, એને માટે જવાબદાર હશે તેને મોતની શિક્ષા થશે
(૬) કાયરતા અને બેવફાઈ સામે આપણી ફોજમાં નૈતિક બળ ખીલવવા માટે, આપણે કાયરતા અને બેવફાઈ સામે, સખ્ત