તિરસ્કારનું વાતાવરણ ઉભું કરવું જોઇએ. આ ફોજના પ્રત્યેક માનવીના મનમાં એવી ભાવના જાગવી જોઇએ કે તે એક ક્રાંતિકારી સૈન્યનો સૈનિક છે. અને દગાખોરી, કાયરતા કે બેવફાઈ કરતાં બીજો કોઈ ગંભીર ગુન્હો તેને માટે નથી. કાયરતા અને બેવફાઈ સામે ઉગ્રમાં ઉગ્ર તિરસ્કાર કઈ રીતે ફેલાવી શકીએ તે વિષે જુદી માહિતી આપવામાં આવી છે એટલે આશા રાખવામાં આવે છે કે, હવેથી આપણી ફોજમાં બેવફાઈ અને કાયરતાના બનાવો બનશે નહિ.
(૭) આ જાતના દૂષણો દૂર થયા પછી, આઝાદ હિંદ ફોજના સૈનિકોએ, જ્યાં સુધી આપણી પ્યારી માતૃભૂમિ મૂક્ત ન થાય ત્યાં સુધી વીરતાથી હિંમત પૂર્વક લડતા રહેવાના સોગંદ ફરીથી લેવા પડશે. આ સોગંદ વિધી અને કઈ રીતે એ સોગંદ લેવાના છે તે સંબંધમાં જુદી સૂચનાઓ પ્રસિદ્ધ થશે.
(૮) ભેવફાઈ અને કાયરતાના બનાવો અંગે માહતી આપનારને તેમજ બેવફાઈ અને કાયરતા માટે જવાબદાર એવા શખ્સને ગીરફ્તાર કરનારને, અથવા તો ગોળીથી ઠાર કરનારને ખાસ ઈનામો આપવામાં આવશે.
બર્મા
તા. ૧૩ માર્ચ ૧૯૪૫
સુપ્રિમ કમાન્ડર
આઝાદ હિંદ ફોજ
સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે
તમામ અફસરો અને સૈનિકો જોગ,
આઝાદ હિંદ ફોજ,
બિરાદરો !
કાયરતા અને બેવફાઇ પ્રત્યેનો આપણો તિરસ્કાર, રોષ અને નફરત વ્યક્ત કરવાને, અગાઉથી નક્કી કરવામાં આવે તે