સ્પેશિયલ ઓર્ડર ઓફ ધી ડે
સુભાષચંદ્ર બોઝ
સુપ્રીમ કમાન્ડર આઝાદ હિંદ ફોજ
બર્મા: ફેબ્રુ. ૧૯૪૪
આખું વિશ્વ આજે આરાકાન મોરચા પર નજર ઠેરવી રહ્યું છે. રોજ-બ-રોજ તે મોરચા પર ઝડપી બનાવો બની રહ્યા છે. આઝાદ હિંદ ફોજના સૈનિકોએ, શાહીની ફોજ સૈન્યની સાથે રહીને યશસ્વી અને બહાદુરી ભર્યા કાર્યોથી, એંગ્લો— અમેરીકન ફોજોએ શરૂ કરેલું પ્રતિઆક્રમણ તૂટી પડ્યું છે.
મને શ્રદ્ધા છે કે, આરાકાન મોરચા પર, આપણા બિરાદરોએ શૌર્યનો જે ઇતિહાસ સર્જ્યો છે. તેના પરિણામે, અત્યારે મોરયા પર જુદા જુદા સ્થળોએ રહેલા આઝાદ હિંદ ફોજના અફસરો અને સૈનિકોમાં ભારે ઉત્સાહ ફેલાઈ રહ્યો છે. નવી પ્રેરણા મળી છે.
લાંબા સમયથી આપણે જેની રાહ જોતા હતા તે દિલ્હી તરફની આપણી કૂચ હવે શરૂ થઇ છે; અડગ નિશ્ચય સાથે શરૂ થઈ છે. અને જ્યાં સુધી આરાકાનની ટેકરીઓ પર ફરકેલો આપણો ત્રિરંગી ઝંડો વાઇસરીગલ લોજ પર ફરકે નહિ, અને દિલ્હીના લાલ કિલ્લામાં આપણી વિજય કૂચ થાય નહિ ત્યાં સુધી એ કૂચ ચાલુ રહેશે.
હિંદના મુક્તિ જંગના મહારથીઓ, બિરાદરો, અને સૈનિકો, તમારા હૈયામાં એક પૂનિત મંત્ર ગોખી રાખો: ‘મૃત્યુ અગર મૂક્તિ.’ અને તમારા અધરોષ્ટ પર એકજ મંત્ર ગુંજતો રાખજો: ‘ચલો દિલ્હી’: દિલ્હીનો માર્ગ એજ મૂક્તિનો માર્ગ છે. વિજય, આપણો જ અચૂક છે, ચોક્કસ છે.
ઇન્કીલાબ ઝીન્દાબાદ, આઝાદ હિંદ ઝીન્દાબાદ.