પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
નેતાજીના સાથીદારો
 


ધ્યાન આપ્યું. દરમિયાન નેતાજી સુભાષ બોઝ બર્લિન પહોંચી ગયા છે એવા સમાચાર શ્રી. સહાયને મળ્યા કે તરત જ તેમણે નેતાજી સાથે સંપર્ક સાધ્યો અને જ્યાંસુધી નેતાજી પૂર્વએશિયામાં રહ્યા, ત્યાંસુધી તેઓ સતત રીતે તેમના સંપર્કમાં રહ્યા અને નેતાજીના નેતૃત્વ હેઠળ જંગ ખેલવા માટેનું ક્ષેત્ર તૈયાર કરવા તરફ ધ્યાન આપવા માંડ્યું. નેતાજીને જાપાનની પૂરેપૂરી સહાય મળે તે માટે શ્રી. સહાયે છેલ્લા બે દશકા દરમિયાન જાપાનના જુદાજુદા રાજકિય નેતાઓ સાથે જે સંપર્ક સાધ્યો હતો, તેમને મળીને હિંદની આઝાદીની આવતી ઘડીએ, મદદ કરવા માટે સમજાવવા માંડ્યા, તેમના પ્રયાસો સફળ થયા અને લશ્કરી તેમ જ નાગરિક નેતાઓએ શ્રી. સહાયને પૂર્ણ સહાય આપવાની ખાત્રી આપી. આ આગેવાનોને શ્રી. સહાયે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે સદ્ભાગ્યે હિંદીને સુયોગ્ય દોરવણી આપે તેવા, હિંદી રાષ્ટ્રીય મહાસભાના માજી પ્રમુખ શ્રી. સુભાષ બોઝ હિંદની બહાર છે. હિંદીઓને તેમના જેવા નેતા મળી શક્યા છે, એ સુચિહ્ન છે.

શ્રી. સહાયે, નેતાજી સુભાષ બોઝને બૃહત એશીઆનો જંગ શરૂ થાય તે પહેલાં ધરી રાજ્યોના નેતા હિટલર સાથે અંગત સંપર્ક સાધવાની વિનંતિ કરી હતી અને નેતાએ હિટલરની અંગત મુલાકાત લીધી હતી અને હિંદની આઝાદી માટે શરૂ થનારા જંગને, હિટલરે હર્ષથી આવકાર આપ્યો હતો.

૧૯૪૨ના જૂનમાં બેંગકોક ખાતે પહેલી હિંદ સ્વાતંત્ર્ય સંઘની પરિષદ મળ્યા પછી શ્રી, સહાયે, રેડીઓ દ્વારા હિંદમાંના પોતાના દેશબાંધવોને હિંદ બહાર શરૂ થનારી, હિંદીઓની સશસ્ત્ર લડતનો ખ્યાલ આપીને, હિંદીઓને જાપાનના ભયને નામે થઈ રહેલા પ્રચારમાં નહિ ફસાવા માટેનાં પ્રવચનો કરવા