પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આનંદમોહન સહાય
૨૧
 


શ્રી. સહાયે જે ઉત્સાહભર્યો જવાબ આપ્યો હતો તેને લક્ષમાં લઈને, સંગ્રામ સમિતિની સ્થાપના કરી. આ સંગ્રામ સમિતિમાં સ્વ. રાસબિહારી ઘોષ અને રાજા મહેન્દ્રપ્રતાપ પણ જોડાયા હતા.

નેતાજીની આઝાદ હિંદ સરકાર અને આઝાદ હિંદ ફોજની અન્ય કારકીર્દિનાં મૂળ શ્રી. સહાયે નાંખ્યા હતાં. સંગ્રામ સમિતિની સ્થાપના પછી તરત જ તેમણે જાપાની વરિષ્ટ લશ્કરી સત્તાવાળાઓ સાથે સંપર્ક સાધ્યો અને હિંદની આઝાદીની લડાઈમાં સક્રિય સહાય આપવાના નિર્ણયની જાહેરાત કરવાની માગણી કરી. સ્વ. રાસબિહારી ઘોષની સલાહથી તેમણે પૂર્વ એશિઆમાંની હિંદી સંસ્થાઓનું હિંદની આઝાદી માટેનો સશસ્ત્ર જંગ ખેલવા માટે સંગઠ્ઠન સર્જ્યું. ટોકિયોમાંના પોતાના નિવાસસ્થાન એક હોટલમાં જાપાનમાંના તમામ હિંદી પ્રતિનિધિઓની એક પરિષદ બોલાવી. એ પરિષદમાં પહેલી જ વાર સર્વાનુમતે હિંદની આઝાદી માટે હિંદમાંની અંગ્રેજ હકુમત સામે સશસ્ત્ર જંગ ખેલવાનો નિર્ણય થયો; હિંદી વેપારીઓએ આ લડતને સંપૂર્ણ આર્થિક સહાય આપવાનો નિર્ણય જાહેર કર્યો. હિંદ સ્વાતંત્ર્ય સંઘ નામની નવી સંસ્થાના પ્રમુખ તરીકે સ્વ. રાસબિહારી ઘોષની વરણી થઈ.

શ્રી. સહાયે હવે ઝડપી તૈયારીઓ કરવા માડી; શાંઘહાઈમાં તેમણે હિંદીઓને સંગઠ્ઠીત કર્યાં અને તા. ૨૬ જાન્યુ. ૧૯૪૨ના રોજ ત્યાં હિંદુ સ્વાતંત્ર્ય સંઘની શાખાની સ્થાપના કરી.

૧૯૪૦માં, શ્રી. સહાયને એવી ખાત્રી થઇ હતી કે યુરો૫માં જાપાનનો મિત્ર હિટલર જે ઝડપથી કૂચ કરી રહ્યો છે તે જોતાં જાપાન ઝાઝો વખત હવે યુદ્ધથી અલિપ્ત રહી શકે તેમ નથી, એટલે તેમણે તરત જ થાઈલેન્ડમાંના હિંદીઓનું સંગઠ્ઠન કરવા તરફ